પ્રાગનરસિંહયુગ (ઈ.સ.-૧૦૦૦-૧૪૧૪)
૧૦ મી થી ૧૪ મી સદી અપભ્રંશ
નરસિંહ પૂર્વેનો સમય એટલે પ્રાગનરસિંહ યુગ / હેમયુગ / રાસયુગ / જૈનયુગ તરીકે ઓળખાય છે.. તે સમયે કલિકાલસર્વજ્ઞ પંડિત હેમચંદ્રાચાર્યએ ૧૨મી સદીમાં ‘સિદ્ધહેમશબ્દનુંશાસન’ ગ્રંથમાં પ્રાકૃત વ્યાકરણને લગતા દુહાઓ અપભ્રંશ ભાષાઓમાં આપે છે જેમાં શૌર્ય અને પ્રેમ રસના દુહાઓ છે. ઉમાશંકર જોશીએ આ દુહાઓની ભાષાને ‘મારું-ગુર્જર’ ભાષા ગણાવી છે.
સમયની દ્રષ્ટીએ તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ છે.
ઈ.સ. ૧૧૮૫ માં શાલીભદ્રસૂરી ‘ભરતેસ્વર બાહુબલીરાસ’ આપે છે જે સમગ્ર ગુજરાતી સાહિત્યની પ્રથમ અને શ્રેષ્ઠ કાવ્યરચના છે. જેમાં જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવના બે પુત્ર ભરત અને બાહુબલીની પરાક્રમ અને વીરતાની કથા છે. અંતે જૈન ઉપશમન છે.
‘ભરતેશ્વર બહુબલીરાસ’ અને ‘સંદેશકરાસ’ જૂની ગુજ રાતીમાં રચાયેલા છે.
ઈ.સ. ૧૩૯૮માં શ્રીધર ‘રણમલ છંદ’ આપે છે અને મેરુ તુંગા ‘પ્રબોધ ચિંતામણી’ આપે છે.
ફાગુ કાવ્યોમાં ‘વસંતનો મહિમા’ ગણ થાય છે.
ઈ.સ. ૧૪૫૬માં રચાયેલી ‘કાન્હ્ડેપ્રબંધ’માં ગુજરાતી અને રાજસ્થાની ભાષાની મિશ્ર અસર જોવા મળે છે.

ખુબ સરસ
ReplyDeleteખુબ સરસ
ReplyDelete