મધ્યકાલીનયુગ (૧૪૧૪-૧૮૫૦)
નરસિંહ મહેતા ૧૫મી સદીમાં થઇ ગયેલા નરસિંહ મહેતાનો આયુષ્યકાળ ઈ.સ.૧૪૧૪-૧૪૮૦ સુધીનો ગણવામાં આવ્યો છે. તેઓ આદિ કવિ તરીકે ઓળખાય છે. નરસિંહ મહેતા પદ કવિ છે. તેમના પદોમાં મુખ્યત્વે પ્રભાતિયા રહેલા છે. મોટાભાગે તેઓ ઝૂલણા છંદમાં પદો રચે છે. નરસિંહ મહેતાથી આરંભ થયેલ યુગ ભક્તિયુગ તરીકે ઓળખાય છે. નરસિંહ મહેતાએ સુદામા ચરિત્રમાં આખ્યાનના બીજ રોપ્યા.
મીરાંબાઈ નરસિંહ મહેતા અને મીરાંના ઊર્મિકાવ્યોને બ.ક.ઠાકોર ત્રીજાનેત્રની પ્રસાદી ગણાવે છે. મીરાંબાઈનું જન્મસ્થળ મેડતા હતું. તેમના લગ્ન મેવાડમાં ભોજરાજ સાથે થયા. તેમની કવિતાનો મુખ્ય કવન વિષય કૃષ્ણલીલા છે. મીરાંબાઈએ પણ નરસિંહ મહેતાની જેમ પદ સ્વરૂપે ભક્તિ કરી છે. મીરાંબાઈનો દેહવિલય દ્વારકામાં થયો હતો. હતો નરસિંહ, હતી મીરાં, ખરા ઈલમી ખરા શૂરા – કલાપી
ભાલણ ભાલણ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. ભાલણે આખ્યાનને કડવાબદ્ધ સ્વરૂપ આપ્યું. ભાલણે મોટા ભાગે રામની ભક્તિમાં રસ દાખવ્યો છે. ભાલણે કવિતા ઉપરાંત ભાષાન્તરકાર તરીકે સાહિત્યની સેવા કરી છે. ભાલણે બાણભટ્ટની કાદમ્બરીનો અનુવાદ આપ્યો છે.
અખાભગત(૧૪મી સદી) અખાભગતે છપ્પા રચ્યા છે. જે ચોપાઈ છંદમાં છે. તેઓ સોની કામ કરતા હતા. ધરમની બેનના અવિશ્વાસથી આઘાત પામેલા અખાએ સંસારને માયા ગણાવતા તત્વજ્ઞાનની વાણી આપી. તેમણે શંકરાચાર્યના માયાવાદ અને અદ્વૈતના સિદ્ધાંતને સરળ દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યા છે. મધ્યકાળના શ્રેષ્ઠ વેદાન્તી કવિ તરીકે તેની ગણના થાય છે. અખાએ ‘અખેગીતા’માં કડવા સાથે પદોનો વિનિયોગ કર્યો છે. જેમાં ૪૦ કડવા અને ૧૦ પદોનો સમાવેશ થયો છે. નાકર નાકરે આખ્યાનમાં કડવામાં વલણનું તત્વ ઉમેરી કડવાનું રૂપ પૂર્ણ કર્યું.
પ્રેમાનંદ રસસિદ્ધિની બાબતમાં કોઈ કવિ પ્રેમાનંદના પેગડામાં પગ ઘાલી શકે નહિ – નવલરામ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ ચતુર્વંસી બ્રાહ્મણ હતા. શરૂઆતમાં તેઓએ કથા કરી પાછળથી ઉદર નિમિત્તે નંદરબારમાં જઈ ‘નિસરણી’ ગાયુ હતુ. તેઓ ૧૮મી સદીમાં થઇ ગયા હોવાનું મનાય છે. તેમને અધુરી મુકેલી કૃતિ ‘દશમસ્કંધ’ છે. તેમાં ‘બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા’ એવો ઉલ્લેખ પ્રેમાનંદે કર્યો છે. તેમણે ગુજરાતી ભાષા જ્યાં સુધી સમૃદ્ધ ન બને ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
No comments:
Post a Comment