અર્વાચીન યુગ(૧૮૫૦-અત્યાર સુધી)
આ યુગ ‘સુધારકયુગ’ અથવા ‘નર્મદયુગ’, ‘પંડિતયુગ’ અથવા ‘ગોવાર્ધનયુગ’, ‘ગાંધીયુગ’, અનુગાંધીયુગ’, ‘આધુનિકયુગ’, ‘અનુંઆધુનીકયુગ’ જેવા વિભાગોમાં નોંધી શકાય છે.
સુધારક યુગ અથવા નર્મદયુગ (૧૮૫૦-૧૮૮૫)
૧૯મી સદીના મધ્યમાં ગુજરાતી ભારતની અન્ય ભાષાઓની જેમ પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આવે છે. દલપતરામ (૧૮૨૦-૧૮૯૮) અને નર્મદ (૧૮૩૩-૧૮૮૬) એ અર્વાચીનોમાં ગુજરાતી આદ્ય છે. નર્મદ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ ‘નર્મકોશ’ આપે છે. નંદશંકર મહેતા (૧૮૩૫-૧૯૦૫) ‘કરણઘેલો’ ૧૮૬૬માં આપે છે. રણછોડલાલ ઉદયરામ દવે (૧૮૩૭-૧૯૨૩) ‘લલીતા દુખદર્શક” નાટક આપે છે. ગુજરાતી નાટકના પિતા તરીકે નવલરામનું નામ જાણીતું છે. એલેકઝાંડર કિન્લોક ફાર્બસનો ફાળો ઐતિહાસિક અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય પરત્વે મહત્વનું છે. તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી. તેમના નામ પરથી રચાયેલ મુબઈની ‘ફાર્બસ ગુજરાતી સભા’ દ્વારા ગુજરાતી સાહિત્યમાં મહત્વનું પ્રદાન મળી રહે છે. પંડિતયુગ અથવા ગોવર્ધયુગ (૧૮૮૫-૧૯૧૫) ગોવર્ધનરામ ત્રિપાઠી(૧૮૫૫-૧૯૦૭) આ યુગના મુખ્ય સાહિત્યકાર છે. ગોવર્ધનરામ ત્રિપાઠી સરસ્વતીચંદ્રના ચાર ભાગ ચૌદ વર્ષના વિશાળ સમયમાં આપે છે. નરસિંહરાવ દિવેટિયા ‘કુસુમમાળા’,’હૃદયવીણા’.’નુપુર ઝંકાર’ અને ‘બુધચરિત’ આપે છે. મણિશંકર રત્નજી ભટ્ટ અથવા કવિ કાન્તનો ‘પૂર્વાલાપ’(દેવયાની, અતિજ્ઞાન, વસંતવિજય, ચક્ર્વાક મિથુન) અને બળવંતરાય ઠાકોર ‘ભણકારા’ આપે છે. ન્હાનાલાલ અપદ્યાગદ્ય એવી ડોલન શૈલીના પ્રણેતા છે. તેમના બે મહત્વના સર્જન ‘વસંતોસ્તવ’(૧૮૯૮), અને ‘ચિત્રદર્શન’(૧૯૨૧) છે. ઈન્દુકુમાર, જ્યાજ્યંત, વિશ્વગીતા, સંઘમિત્ર અને જગત પ્રેરણા જેવા નાટકો આપે છે.
ગાંધીયુગ (૧૯૧૫-૧૯૪૫)
આ સમય દરમ્યાન ગાંધીજી અને ગુજરાત વિદ્યાપીઠ સમગ્ર સાહિત્યિક પ્રવૃત્તિ કેન્દ્રમાં હતા. જ્યાં નવલકથા, ટૂકીવાર્તાઓ, ડાયરી, પત્રો, નાટકો, નિબંધો, વિવેચનો, ચરિત્રો, પ્રવાસ વર્ણનો જેવા અનેક પ્રકારના સાહિત્ય સ્વરૂપો ગુજરાતી સાહિત્યમાં આવે છે. ગાંધી વિચારસરણીના નૈતિક મૂલ્યો, ભારતીયતા અને સરળતા જેવા ગુણો સાહિત્યમાં પણ ઉતર્યા છે. ગાંધીજી, રા.વિ. પાઠક, ક.મા. મુનશી, સ્વામી આનંદ, ઉમાશંકર જોશી, સુન્દરમ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, જ્યોતીન્દ્ર દવે, ચં.ચી. મહેતા, ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ), મનુભાઈ પંચોળી(દર્શક), અને ઈશ્વર પેટલીકર આ યુગના મહત્વના સર્જકો છે. મહાત્મા ગાંધી ‘સત્યના પ્રયોગો’ આપે છે. ‘હિન્દ્સ્વરાજ’ આપે છે. ગાંધીજી ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં ‘હરીજન’:સાઉથ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપીનીયન’ અને અન્ન્ગ્રેજીમાં ‘યંગ ઇન્ડિયા’ ઉપરાંત ભારત પાછા ફરી ગુજરાતી માસિક ‘નવજીવન’ આપે છે. પાછળથી નવજીવન હિન્દીમાં પણ પ્રકાશિત થાય છે. તેઓ લગભગ દરરોજ પત્રો લખતા. કનેયાલાલ મુનશી નાટકો, નિબંધો, ટૂકીવાર્તાઓ અને નવલકથાઓ આપે છે. તેમની પ્રખ્યાત નવલકથાઓમાં ‘પાટણની પ્રભુતા’,‘રાજાધિરાજ’,‘જય સોમનાથ’,’પૃથ્વીવલ્લભ’,’ગુજરાતનો નાથ’,’તપસ્વિની’,’ભગવાન પરશુરામ’ વગેરે મહત્વની કૃતિઓ છે. રવીન્દ્રનાથ ટાગોરથી પ્રેરાય ઉમાશંકર જોશી ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ આપે છે. તેમને તેમની કવિતા ‘નિશીથ’ માટે ઈ.સ.૧૯૬૭માં જ્ઞાનપીઠનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. પન્નાલાલ પટેલને ‘માનવીની ભવાઈ’ માટે ૧૯૮૫માં ૨૧મો જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે. ગૌરીશંકર જી.જોશી (ધૂમકેતુ) ઉત્તમ વાર્તાકાર તરીકે જાણીતા છે તો ચં.ચી. મહેતા, ઉમાશંકર જોશી, જયંતી દલાલ, ચુનીલાલ માળિયા તે સમયના નોંધનીય નાટ્યકારો છે. ઉપરાંત કાકા કાલેલકર, રતિલાલ ત્રિવેદી, લીલાવતી મુનાશીઓ, જ્યોતીન્દ્ર દવે, રા.વિ.પાઠક વગેરેએ નિબંધો આપ્યા છે.
અનુંગાંધીયુગ અથવા રાજેન્દ્ર-નિરંજનયુગ(૧૯૪૫-૧૯૬૦)
રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતની કવીતાઓનો આ યુગ છે. ‘ધ્વની’ કાવ્યસંગ્રહ માટે ૨૦૦૧નો ૪૬મો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.